મોરબી તાલુકાના રફાળેશ્વર ખાતેથી બે માસ પહેલા થયેલા બાઇલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને ચોરાઉ બાઈક સાથે મોરબી એલસીબીએ દબોચી લીધો છે.
મોરબીના રફાળેશ્વર ખાતેથી બાઈક ચોરીના ગુન્હાને અંજામ આપી આરોપી બે માસથી પોલીસને હાથતાળી આપી ફરાર હતો આ આરોપી મોરબીના રફાળેશ્વર ખાતે આવેલ ભુદેવ પાન બાજુ આવતા પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી આરોપી અજય જગદીશભાઇ ચૌહાણ (ઉ.વ.૨૬) રહે.રફાળેશ્વર આંબેડકરનગર તા.મોરબીવાળોને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીના કબ્જામા રહેલ હીરો સ્પેલન્ડર બાઈકના જરૂરી દસ્તાવેજ માંગતા આરોપી ગેંગેફેફે કરવા લાગ્યો હતો આથી પોલીસે પોકેટકોપ એપ્લીકેશન મારફતે ખરાઇ કરતા આ બાઈક બે -એક માસ પહેલા રફાળેશ્વર પ્રાથમીક શાળા પાસેથી ચોરેલ હોવાનું જણાવતાં જે ચોરેલ મોટર સાયકલ કિ.રૂ. ૧૫૦૦૦ ના સાથે આરોપીને પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરી દરમિયાન પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ મૈયડ, શકિતસિંહ ઝાલા, કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.