હળવદ માળીયા હાઇવે ઉપર ગાય આડી ઉતરતા કાર પલ્ટી ખાઈ ગઇ હતી આ અકસ્માતમાં કાર સવાર બે યુવતીઓને ઇજા પહોંચતા હળવદ પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
કેસની વિગત અનુસાર હળવદ માળિયા રોડ પર બેફામ સ્પીડે આવતી ઇકો સ્પોટ જી.જે.૧૨-CG-4211 ગાડી દેવળીયા ચોકડી નજીક આવેલ નારાયણ પેટ્રોલ પંપ પાસે પહોંચતા અચાનક રોડ પર ગાય આડી ઉતરી હતી. જેથી કાર ચાલક
તરંગભાઇ ભરતભાઇ સતાપરાએ ગાડીના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારસવાર ધ્રાંગધ્રાં તાલુકાના દુદાપૂર ગામે રહેતી યુવતી વૃતિબેન અશોકભાઇ કાવરને હાથે કોણીના ભાગે ફેકચર થયુ હતું. તથા જીનલબેનને ડાબા હાથે કાંડા પાસે તથા ડાબા પગે અંગુંઠા પાસે ઇજા પહોંચાતા વૃત્તિબેને કાર ચાલાક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.