દિવાળીના પર્વ નિમિતે રાજકોટથી ટંકારા તાલુકાના રોહિશાળા ગામે રોકવા આવેલા બે ભાણેજ અને મામાના પુત્ર સહિત ત્રણના ગામના તળાવમાં ન્હાતી વેળાએ અકસ્માતે ડૂબી જતાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે આ કરુણાંતિકા ને પગલે રોહિશાળા ગામમા શોકમાં ગરકાવ થયું છે.
ટંકારા તાલુકાના રોહિશાળા ગામે રહેતા હિતેશભાઈ નિમાવતના ભાણેજ પાર્થ અતુલભાઈ દેવમુરારી (ઉ.વ.18) અને પાવન અતુલભાઈ દેવમુરારી (ઉ.વ.16) બંને રાજકોટ થી દિવાળીનો તહેવાર કરવા આવ્યા હતા. આ બન્ને પોતાના મામા હિતેશભાઈ નિમાવતના પુત્ર મેહુલ નિમાવત (ઉ.વ.20) સાથે રોહિશાળા ગામના ધણચોક નજીક આવેલ તળાવમાં ન્હાવા ગયા હતા આ દરમિયાન નહાતી વેળાએ અકસ્માતે ડૂબી જતાં ત્રણેયના કરુણ મોત નિપજયા હતા. જેને પગલે તંત્ર દ્વારા તમામના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.