Sunday, November 24, 2024
HomeGujaratપ્રેમજી નગર ગામે માવા ના બાકી પૈસા માંગતા તલવાર અને ધોકા વડે...

પ્રેમજી નગર ગામે માવા ના બાકી પૈસા માંગતા તલવાર અને ધોકા વડે હુમલો કર્યો:મહિલા સહિત છ સામે ફરિયાદ નોંધાઈ

મોરબી ના મકનસર પાસે આવેલ પ્રેમજી નગર ગામ માં ગત રાત્રી ના તલવાર અને ધોકા વડે મારામારી નો બનાવ બનવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રેમજી નગર ગામ માં રહેતા અને દુકાન ચલાવતા ગુલાબ ભાઈ પાસે બે દિવસ પહેલા ગામ માં જ રહેતા 6 આરોપીઓ માંથી એક આરોપી ઉધાર માં માવો લઈ ગયો હતો જે બાકી પૈસા આપવાનું કહેતા આરોપીઓ ને સારું ન લાગતા આરોપીઓ ચુનીલાલ વઘોરા,કાંતાબેન ચુનીલાલ વધોરા,સુરેશ ચુનીલાલ વઘોરા, રાકેશ ચુનીલાલ વઘોરા, મોહન રવજી વઘોરા અને હસું મોહન વઘોરા, રહે .બધા પ્રેમજી નગર વાળા એ એકસંપ કરી ને દુકાનદાર ગુલાબભાઈ સાથે બોલાચાલી કરી તલવાર અને ધોકા વડે હુમલો કરી દીધો હતો.

જેમાં ગુલાબભાઈ અને જયેશ ભાઈ તેમજ સુનિલભાઈ એમ ત્રણ યુવાનોને ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ અને રાજકોટ હોસ્પિટલ એ ખસેડવામાં આવ્યા હતા.

મોરબી તાલુકા પોલીસ દ્વારા ભોગ બનનાર ના પિતા વેલજીભાઈ નાથુભાઈ શેખવા ની ફરિયાદ નોંધી ને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!