મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાથી પરિષદ દ્વારા રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતી નિમિતે બહેનો માટે ભવ્ય છાત્રા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માન કરાયું હતું.
ABVP મોરબી જીલ્લા દ્વારા રાણી લક્ષ્મીબાઈ જન્મજયંતી નિમિત્તે “છાત્રા સંમેલન સ્વયંસિધ્ધા”નું આયોજન નવયુગ સંકુલ ખાતે યોજાયું હતું. જેમાં ૧૫૦થી વધારે બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નવીનભાઈ પટેલ, PSI નિરાલીબેન શુક્લા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, ડો.ભાવનાબેન જાની (MD સ્ત્રી રોગ નિષ્ણાત), પી.ડી.કાંજીયા (પ્રમુખ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન) ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય ,કાયદો, સાયબર સિક્યુરિટી, ગૌરવવંતા ગુજરાતમાં મહિલાઓની ભૂમિકા જેવા વિષયો પર સત્ર યોજાયા હતા. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.