રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા મોરબી – માળીયા (મીં) વિસ્તારમાં વિકાસને વધુને વધુ વેગ આપીને અસંખ્ય વિકાસના કામો કરાવી રહ્યા છે તે અંતર્ગત આજે મોરબી શહેરમાં વધુ ચાર સોસાયટીઓના રોડનું ખાતમુર્હુત કર્યું હતું. જેમાં (૧) હીરાસરી રોડ અને અવનિ ચોકડી થી ચોકિયા હનુમાનજી મંદિર સુધી (૨)ત્રિકોણ નગર સોસાયટી, કેનાલ રોડ (૩) ન્યુ મારુતિ નગર, વાવડી રોડ, (૪) ધર્મ સૃષ્ટિ સોસાયટી, બાયપાસ રોડ નો સમાવેશ થાય છે.
આ તકે મોરબી ભાજપ જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, શહેર પ્રમુખ લાખાભાઇ જારીયા, નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા, નગરપાલિકાના પ્રમુખ કે.કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી અધ્યક્ષ સુરેશભાઇ દેસાઇ, બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઇ અવાડિયા, કાઉન્સિલરઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બધા કામ અંદાજે રૂ. ૩ કરોડ ૧૫ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે.