મોરબીના માજી મંત્રી જયંતિભાઈ કવાડીયાને હાર્ટમાં બ્લોકેજ આવતા યુ .એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે દાખલ કરાયા હતા જે હાલ સારવાર હેઠળ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જયંતિભાઈ કવાડીયાને ફોન કરી ખબર અંતર પૂછ્યા હતા.
મોરબીના માજી મંત્રી જયંતિભાઈ કવાડીયાને થોડા દિવસ પહેલા હાર્ટમાં બ્લોકેજ આવતા અમદાવાદની યુ .એન.મહેતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની બાયપાસ સર્જરી કરાવ્યા બાદ હાલ તેઓ હોસ્પિટલમાં એડમિટ છે આ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદિને જાણ થતાં તેઓએ તાત્કાલિક જયંતિભાઈ કવાડીયાનો ટેલિફોનિક સંપર્ક સાઘી તબિયતના વાવડ પૂછ્યા હતા. આ તકે તેઓએ ઝડપથી સ્વસ્થ થઈને ફરીથી લોક સેવામાં લાગી જવા શુભેચ્છા પાઠવી અને સારા ભજનો સાંભળવા તથા પુરતો આરામ કરવા સલાહ આપી હોવાનું જ્યંતીભાઈ કવાડિયાએ સોશ્યલ મીડિયા મારફતે જણાવ્યું હતું. આટલી વ્યસ્તતા વચ્ચે પણ આશીર્વાદ આપવા બદલ જ્યંતી કવાડીયા અને તેના પરિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.