આજ રોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સૂચના અનુસાર ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગના કન્વીનર સિદ્ધાર્થભાઇ પટેલ દ્વારા સોશિયલ મીડિયા વિભાગના કારોબારી સદસ્યોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાના રાજનીતિમાં સતત ૧૩ વર્ષથી કાર્યરત અને મોરબી જિલ્લાના સક્રિય કાર્યકર્તા એવા પારસભાઈ સોનીની ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગના કારોબારી સદસ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. ત્યારે સમગ્ર સોની સમાજ તેમજ મોરબી જિલ્લાના તમામ આગેવાનો અને મિત્ર-વર્તુળ માં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને ઠેર ઠેરથી શુભેચ્છાઓ નો ધોધ વરસાવી રહ્યા છે.