માળીયા મિયાણા તાલુકાના ખીરઇ ગામના પાટીયા પાસે અજાણ્યાં વાહનની ઠોકરે ગંભીર રીતે ઘવાયેલ યુવાનનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જેને પગલે અજાણ્યાં વાહન ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ખીરઇ ગામના પાટીયા નજીક નાહરીયાભાઇ મેસુભાઇ સીગાલા (ઉ.વ.૪૦ રહે. હાલ-નાગડાવાસના પાટીયા પાસે મુળ-એમ.પી.) રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યાં વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં નાહરીયાભાઇને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક પોતાનું વાહન લઈ નાશી છૂટતા મૃતકના સાળા અર્જુનભાઇ લાભુભાઇ ગણાવાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.