ગાંધીધામ પડાણા લેબર કોલોનીમા હત્યાના ગુન્હાને અંજામ આપી ગાંધીધામ ટુ રાજકોટ એસટી બસમાં ભાગી છુટેલ આરોપીને ટંકારા તથા મોરબી જીલ્લા એલ.સી.બી. પોલીસે બાતમી આધારે મિતાણા ચોકડી ચેકપોસ્ટ ખાતેથી દબોચી લઇ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગઈકાલે ગાંધીધામ જીલ્લાના પડાણા લેબર કોલોનીમા હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો જે હત્યાને અંજામ આપી ભાગી છુટેલ આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા ચેકપોસ્ટ તથા નાકા પોઇંટ પર સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન હત્યારો એસ.ટી. બસમાં બેસી જતો હોવાની પોલીસ સ્ટાફને બાતમી મળી હતી જેને પગલે મિતાણા ચોકડી ખાતે કાર્યરત ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ ચાલતું હતું. જેમાં ગાંધીધામ ટુ રાજકોટથ રૂટની સરકારી એસ.ટી.બસ નીકળતા તેને અટકાવી પોલિસે તલાશી લીધી હતી આ બસમાંથી આરોપી અરવિંદભાઈ કરણભાઈ અઠીયા (ઉ.વ .૨૩ રહે.પડાણા) વાળો શંકાસ્પદ હાલતમાં ઝડપતા પોલીસે આકરી પૂછપરછ કરી હતી. જે દરમિયાન આરોપીએ ગાંધીધામ પડાણા ખાતે લેબર કોલોનીમા એક ઇસમની હત્યા કરી નાસી છુટેલ હોવાની કબુલાત ટંકારા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી વધુ તપાસ માટે ગાંધીધામ પોલીસને સોપી આપવા ધોરણસરની કાર્યવાહી કરી હતી