મોરબી ખાતે એસપી કચેરીના કોમ્પ્યુટર સેલમાં ફરજ બજાવતા અને તાજેતરમાં ભુજ પીએસઆઈ તરીકે પ્રમોશન પામીને બદલી પામેલા કુલદીપ મોરડિયાની ઉત્કૃષ્ટ ઓનલાઈન કામગીરી બદલ તેઓને નેશનલ લેવલે નોમીનેટ કરવામાં આવ્યા છે.
મોરબી એસપી કચેરીમાં વાયરલેસ એએસઆઈ તરીકે કોમ્પ્યુટર સેલમાં સેવા આપતા કુલદીપ મોરડિયાએ પોતાની ફરજ દરમિયાન શ્રેષ્ઠ કરી છે જેને પગલે સમગ્ર રાજ્યમાંથી નોમિનેટ કરાયેલ ૦૩ અધિકારીઓમાં મોરબીના ASI કુલદીપ મોરડિયાના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કુલદીપ મોરડિયા મોરબી ખાતે ફરજ બજાવતા હોય દરમિયાન તેમનું નોમીનેશન કરવામાં આવ્યું હતું અને બાદમાં પીએસઆઈ તરીકે તેઓને ભુજ ખાતે પ્રમોશન આપવામાં આવ્યું છે.તેઓએ ઓનલાઈન શ્રેષ્ઠ કામગીરી કરીને રાષ્ટ્રીય કક્ષાએ મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું છે.ઉલ્લેખનીય છે કે મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સના હોમ સેક્રેટરીના હસ્તે નોમીનેટ થયેલા અધિકારીઓનું એવોર્ડ આપી બહુમાન કરવામાં આવશે.