હળવદ શહેરને ભવાનીનગરના ઢોરા નજીક અગાઉ થયેલ ઝગડાનો ખાર રાખી ગોપી, અચો,ઢેબો સહિત છ શખ્સોએ યુવાન પર હુમલો કર્યાની પોલિસ ફરિયાદ નોંધાઈ છે જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
હળવદના ભવાનીનગરના ઢોરા પાસે રહેત સુરેશભાઇ ગભુજીભાઇ પરમાર (ઉ.વ.૨૩)ને આરોપીઓ સાથે અગાઉ ઝઘડો થયો હતો ત્યારબાદ ગઈકાલે સુરેશભાઈ બાઈક લઇ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અગાઉના ઝઘડાનું વેર વાળવા આરોપી ગોપી લિલાભાઇ મહાદેવ, મનસુખભાઇ લિલાભાઇ મહાદેવ, ઢેબો મુસલમાન, ઢેબાનો ભાઇ
સમીર, અચો મુસલમાન તથા જગાભાઇ ભીખાભાઇએ ભેગા મળી સુરેશભાઈને બેફામ ગાળો ભાંડી લાકડાના ધોકા વળે હુમલો કર્યો હતો. ત્યારબાદ પાછળ દોડી લાકડાના ધોકાથી એક ઘા માથામા મારતા સુરેશભાઈએ બુમા બુમ કરતા તેના
પીતા આવી જતા આરોપીઓ ત્યાથી જતા મારી નાખવાની ધમકીઓ આપી જતા રહ્યા હતા જે હુમલામાં ગંભીર ઇજા થતાં સુરેશભાઈએ હળવદ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.