હળવદ વિવેકાનંદ વિદ્યાલય ખાતે નાતાલની ભારતીય સંસ્કૃતિ મુજબ તુલસી દિવસ તરીકે ઉજવણી કરીને ભારતીય સંસ્કૃતિની આગવી ગરીમાંનું જતન કરવાનો સંદેશ આપ્યો હતો.વિવેકાનંદ વિધાલય દ્વારા નાતાલની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ તુલસી દિવસ તરીકે અનુકરણીય પહેલ કરવામાં આવી હતી. તુલસી દિવસની ઉજવણીની શરૂઆત કરનાર વિવેકાનંદ વિદ્યાલય છેલ્લા છ વર્ષથી નાતાલની અનોખી ઉજવણી કરવાની પરંપરાને આ વખતે પણ કાયમ રાખી નાતાલની તુલસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
આ તુલસી દિવસ નિમિત્તે વેદિક યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો અને આયુર્વેદિક દ્રષ્ટિએ તુલસીની મહત્તા દર્શાવતા પોસ્ટરોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પોસ્ટર પ્રદર્શનમાં તુલસીના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. તદુપરાંત ભારતીય સંસ્કૃતિની મહત્તા દર્શાવતા મહાન ગ્રંથો અને ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યસભર ધરોહરને પ્રદર્શન રૂપે ઉજાગર કરવામાં આવી હતી. વિવેકાનંદ વિદ્યાલય-હળવદ માં તુલસી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.તુલસી પૂજન કાર્યક્રમથી આજના વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિમાં તુલસીનું ધાર્મિક, આરોગ્ય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કેટલું મહત્વ છે તે વિશે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ. દરેક ઘરમાં તુલસીના છોડ હોવા જ જોઈએ. આજનું બાળક ભારતનું ભવિષ્ય છે. ભારતનું ભવિષ્ય ઉજળુ બને એ હેતુ થી આ તુલસી પુજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે વિવેકાનંદ વિદ્યાલય પ્રિન્સિપાલ પ્રદીપ સર, રાહુલ સર, સહિતયનો સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા.