ગઈકાલે મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામે મહિલા ની હત્યા નો બનાવ પ્રકાશ માં આવ્યો હતો.જે હત્યા ના આરોપી ને આજે ઝડપી પાડવામાં આવ્યો છે.
બનાવની વિગત મુજબ જાંબુડિયા ગામમાં જ રહેતા આરોપી હંસરાજભાઈ વીંજુવાડિયા (આશરે ઉ.વ.60) ના જિદ્દી સ્વાભાવથી તેનો પુત્ર અને પત્ની તેનાથી અલગ રહેતા હતા આથી આરોપી પતિ તેની પત્નીને સાથે રહેવા અવાર નવાર કહેતો હતો તે બાબતે બન્ને વચ્ચે કંકાશ થતો હતો. જેમાં ત્યારે ગઈકાલે કોઈ કારણ સર બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મંજુલાબેન હંસરાજભાઈ વીંજુવાડિયા પોતાના જતા હતા આ દરમિયાન આરોપી પતિ હંસરાજે કાયમી ઝગડાથી કંટાળી જઇ તેની પત્ની મંજુલાબેન પર કુહાડી વડે હુમલો કરી આડેધડ ઘા ઝીંકી પત્નીની ઘટનાસ્થળે જ ઢીમ ઢાળી દીધું હતું.
આ બનાવ અંગે ગઈકાલે મૃતકના દીકરા ગુણવંતભાઇ હંસરાજભાઈ વિજુવાડીયાએ આરોપી પિતા હંસરાજભાઈ મોહનભાઈ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી આજે મોરબી તાલુકા પોલીસ દ્વારા ગણતરી ની કલાકોમાં આરોપી ને ઝડપી પાડી આરોપી રિમાન્ડ મેળવવા માટેની તજવીજ શરૂ કરાઇ હતી .