મોરબી શહેર અને તાલુકા વિસ્તારમા પોલીસે બે અલગ અલગ સ્થળોએથી છરી સાથે નીકળેલ બે શખ્સોને ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરની નાની બજાર તરીકે ઓળખાતા વિસ્તારમાં મોલા શેરીમાં રહેતો સાદિક રજાકભાઇ પીપરવાડીયા (ઉ.વ.૪૨) નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં નીકળતા પોલીસે તેને અટકાવી તલાશી લીધી હતી આ દરમિયાન આરોપીના પેન્ટના નેફામાથી સ્ટેનલેસ સ્ટીલની છરી હથિયાર ઝડપી પોલીસે છરી કબ્જે કરી આરોપી સાદિક વિરુદ્ધ જી.પી.એકટ કલમ.,૧૩૫ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના નાની વાવડી ગામે આવેલ સિધ્ધીવિનાયક સોસાયટીમાં રહેતા નિલકંઠ ઉર્ફે કાનો ભરતભાઇ કાનેટીયા (ઉ.વ-૨૦)એ પોતાના રહેણાક મકાન પાસે જાહેરમા છરી રાખી નીકળતા પોલીસે દબોચી લીધો હતો. જેની વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે જી.પી એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોધી કાર્યવાહી આગળ ધપાવી છે.