હળવદમાં ભાગીદારીમાં નાખેલી પાઇપ લાઈન તૂટી જવા મામલે ભાગીદારો બાખડયા હોવાનો બનાવ સામે આવ્યો છે. હળવદના નવા વેગડવાવ ગામે રહેતા હેમુભાઇ ટપુભાઇ કણજરીયા (ઉવ ૪૫) એ આરોપી મનસુખભાઇ ગોરધનભાઇ કોળી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૯ ના રોજ સવારના નવેક વાગ્યાના સુમારે આરોપી તથા ફરીયાદીએ ભાગમા ખાઇ ખોદી પાઇપ લાઇન નાખેલ હોય અને આરોપીની પાઇપ લાઇન તૂટી ગયેલ હોય જે લાઇન રીપેરીગ કરવા ફરીયાદીએ આરોપીને કહેતા આરોપીને સારૂ નહી લાગતા આરોપીએ ફરીયાદીને ગાળો આપી લાકડાના ધોકાથી શરીરે આડેધડ મારી ડાબા હાથમા ફેકચર કરી તથા ડાબા પગમા તથા શરીરના અન્ય ભાગમા મુઢ ઇજા કરી ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.