હળવદ તાલુકાના ટિકર ગામની પરિણીતા પર તેના પતિ, સસરા, સાસુ સહિત અમદાવાદ રહેતા સાસરિયાઓ સિતમ ગુજરી માનસિક ત્રાસ આપતા હોવાની રાવ સાથે પરિણીતાએ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ટિકર ગામેં પિયર ધરાવતા નેહાબનના લગ્ન અમદાવાદના અલ્જોમા ફ્લેટ ગોવર્ધન પાર્ટી પ્લોટ્ની પાછળ રહેતા સાગરભાઇ કાપડી સાથે થયા હતા. લગ્નના છ માસ બાદ તેના સાગરભાઇ નરેન્દ્રભાઇ કાપડી (પતિ), નરેન્દ્રભાઇ નારણદાસ કાપડી (સસરા), મીનાબેન નરેન્દ્રભાઇ કાપડી (સાસુ), કાજલબેન નરેન્દ્રભાઇ કાપડી (નણંદ) અને વીધિબેન ડો.ઓ નરેન્દ્રભાઇ કાપડી (નણંદ)એ ત્રાસ ગુજારવાનું શરૂ કરી તારે દારુ તથા નોનવેજની પાર્ટી સહન કરવી પડસે. અને વાસણો પણ સાફ કરવા પડશે. તેમ કહી અવાર નવાર ઘરકામ તેમજ અન્ય બાબતે મેણાટોણા મારી વગર કારણે ઝઘડાઓ કરતા હતા. ઉપરાંત તેણીની સાથે બેફામ વાણી વિલાસ કરી શારીરીક અને માનસીક દુખ ત્રાસ આપતા હોવાની નેહાબેને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે મોરબી મહિલા પોલીસે આઇ.પી.સી.કલમ ૪૯૮(ક),૫૦૪,૧૧૪ મુજબ ગુન્હો નોંધી તાપસ હાથ ધરી છે.