Thursday, May 9, 2024
HomeGujaratમોરબીના આદરણા ગામેથી વધુ એક બાઇકની ચોરી થયાની નોંધાઈ ફરિયાદ

મોરબીના આદરણા ગામેથી વધુ એક બાઇકની ચોરી થયાની નોંધાઈ ફરિયાદ

મોરબી પંથકમાથી બાઈક ચોરીનો સીલસીલો યથાવત રહ્યો હોય તેમ આજે વધુ એક બાઈક ચોરીનો ફરિયાદ નોંધાઈ છે. મોરબીના આદરણા ગામની મેઈન બજારમાંથી સ્પ્લેન્ડ બાઇકની ચોરી થયાની ફરિયાદને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આદરણા ગામની મેઇન બજારમાં રહેતા હરેશભાઇ પ્રાણજીવનભાઇ રૂપાલાના રહેણાંક મકાનના ગેઇટ પાસે પાર્ક કરેલ બ્લેક કલરનુ સિલ્વર પટ્ટા વાળુ હિરો કપનીનુ સ્પેલન્ડર પ્લસ મો.સા રજી નંબર-GJ-36-A-6287 સને ૨૦૧૫ જેની કીંમત રૂપીયા-20,000 ને ગત તા.2ના રોજ રાત્રીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો ચોર ચોરી કરી હંકારી ગયો હતો.જેને લઈને પોલીસે સીસીટીવી ચકાસવા સહિતની તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!