મોરબી જિલ્લા માં આજે સોમવારે જાણે કાળો કહેર વર્તાવ્યો હોય એમ એક પછી એક એમ આજ ના દિવસે અત્યારસુધી માં અપમૃત્યુ ના ચાર બનાવ નોંધાઇ ચુક્યા છે જયારે પાંચમો બનાવ હળવદ ના મયુર નગર ખાતે બન્યો છે.
જેમાં હળવદ ના મયુર નગર ગામે રહેતા સરોજબેન નિકુલભાઈ દલવાડી નામની પરિણીતા એ બપોરે દોઢ વાગ્યા ની આસપાસ ઘર નો દરવાજો અંદરથી બંધ કરીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા નાના એવા મયુર નગર ગામ માં અરેરાટી વ્યાપી ગઈ હતી.પરિણીતા ના બે વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા અને પરિણિતાને એક વર્ષનુ સંતાન પણ છે જેમાં નિર્દોષ સંતાને માતાની છત્રછાયા ગુમાવી હતી બનાવ ના સમાચાર વાયુવેગે પ્રસરી જતા સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં દલવાડી સમાજના આગેવાનો દોડી આવ્યા હતા.
આ બનાવ ની જાણ હળવદ પોલીસ ને થતા મૃતદેહ ને હળવદ સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો .