હળવદ તાલુકાના રાણેકપર ગામે કોઇ નરાધમે ગૌવંસ પર એસીડ એટેક કરતા સ્થનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ગત રાત્રીના સમયે રાણેકપર ગામે વાડી વિસ્તારમાં ગૌવંસ પર એસીટ છાટતા દર્દથી કણસતા ગૌવંસ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી જેને લઈને સ્થનિક પોલીસ તાબડતોબ રાણેકપ ગામે પહોચી તપાશ શરુ કરી હતી. પોલીસે ગામ લોકોની પુછપરછ હાથ ધરી આ પ્રકરણમાં સંડોવાયેલ આરોપી સુધી પહોચવા ચક્રોગતીમાન કર્યા છે.