Monday, November 25, 2024
HomeGujaratમોરબીની નવયુગ કોલેજના આંગણે શ્રમિક પરિવારના બાળકોએ હીચકા, લપસણીની મોજ માણી

મોરબીની નવયુગ કોલેજના આંગણે શ્રમિક પરિવારના બાળકોએ હીચકા, લપસણીની મોજ માણી

મોરબીમાં નવયુગ બી.બી.એ કોલેજ દ્વારા વેલેન્ટાઈન ડે ની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરી હતું. આ અવસરે આજુબાજુ કારખાનાની અંદર કામ કરતા શ્રમિકોના બાળકો એક દિવસના નવયુગ કોલેજના મહેમાન બન્યા હતા.તેમજ જ્ઞાન સાથે ગમ્મત કરી 20 વિદ્યાર્થીઓએ આનંદ માણ્યો હતો.આ તકે બાળકોએ નવયુગ શૈક્ષણિક સંકુલની અંદર હીચકા ,લપસ્યા સહિતની રાઇડમાં બેઠા અને બાળપણનું આનંદ ઉઠાવ્યો હતો.બાળકોએ પોતાનું મનપસંદ પૌષ્ટિક આહાર નું ભોજન નો સ્વાદ માણ્યો તેમજ દરેક બાળકોને નવયુગ બી.બી.એ કોલેજ દ્વારા શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

નવયુગ બી.બી.એ કોલેજ દ્વારા વાત્સલ્ય દિનની ઉજવણીમાં નવયુગ કોલેજના પ્રમુખ પી.ડી કાંજિયા તેમજ મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયા હતાં. આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડો.હિરેન મહેતા, પ્રો. ભાવેશ ચોલેરા,પ્રો.અંજના બેન ભોરણીયા, પ્રો.જાનકીબેન કાલાવડીયા, પ્રો. દિવ્યા, પ્રો.દિવ્યાબેન નાડા, પારુલ બેન પટેલ,શ્રદ્ધાબેન મોરડીયા, એડમીન વિભાગમાંથી એડમીન હેડ શક્તિભાઈ જોશી અને સિનિયર ક્લાર્ક સતિષભાઈ ગઢવી તેમજ નવયુગ કોલેજ ના વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!