વાંકાનેર તાલુકાના વરડુસરગામેથી વાંકાનેર તાલુકા પોલીસે એક ઇસમને ગેરકાયદેસર દેશી બનાવટની બંદુક સાથે ઝડપી લીઇ કાર્યવાહી હાથ ધરી હતી.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ તથા સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બંદૂક અંગેની બાતમી મળી હતી જેને લઈને પોલીસ તાત્કાલિક વાંકાનેર તાલુકાના વરડુસર ગામે દોડી ગઈ હતી જ્યા શંકાસ્પદ હાલતમાં રહેતા આરોપી રાજેશભાઇ છગનભાઇ સેટાણીયા (ઉ.વ -૩૮)ની પૂછપરછ અને તલાશી લેતા તેના કબજામાંથી ગેરકાયદે દેશી બનાવટની સીંગલ બેરલ બંદૂક નંગ -૧ ઝડપાઇ હતી જેને પગલે પોલીસે આરોપી રાજેશને દબોચી લઈ આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો હતો.