Thursday, April 18, 2024
HomeGujaratમોરબીમાંથી ચોરાઉ બાઈક, મોબાઈલ સાથે એક ઝડપાયો

મોરબીમાંથી ચોરાઉ બાઈક, મોબાઈલ સાથે એક ઝડપાયો

મોરબીના સ્ટેશન રોડ ઉપરથી ચોરાઉ બાઈક અને મોબાઈલ સાથે નીકળેલ એક ઇસમને મોરબી એસઓજી પોલીસે ઝડપી લઈ કાયદેશનરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સ્ટેશન રોડ ઉપરથી હીરો સ્પેલન્ડ બાઈક.નં. GJ14S 3590 લઈ શંકાસ્પદ હાલતમાં નીકળેલ શખ્સને અટકાવી પોલીસે તલાશી લીધી હતી જેની ઉંડાણપુર્વકની પુછપરછ દરમિયાન બાઈક ચાલક અબ્બાસભાઇ ઓસમાણભાઇ સુમરા (ઉ.વ.૨૧ રહે હાલ મોરબી રણછોડનગર શાંતીવન સ્કુલ પાસે સસરા હાસમભાઇ જુમ્માભાઇ સંધી સાથે મુળ રહે ભુજ) એ જરૂરી જવાબ ન આપતા પોલીસે બાઈક ચોરાઉ હોવાની શંકાને લઈને બાઈક બાબતે ઇ – ગુજકોપ પોકેટ કોપથી સર્ચ કરતા સીમ્સ એન્જી.પ્રા.લી.કંપની રાજુલા જી.અમરેલીની માલીકીનુ હોવાથી માહિતી મળી હતી. જે બાબતે ખરાઇ કરતા સંજયભાઇ ગિરધરભાઇ લાડવાએ આ બાઈક ભચાઉથી આશરે છ માસ પહેલા ચોરાયેલ હોવાનુ જણાવેલ હોય જેથી આ પોલીસે બાઈક કબ્જે કરી આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપીને ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!