રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલ યુદ્ધની વિકટ સ્થિતિ વચ્ચે યુક્રેન ખાતે અભ્યાસ અર્થે ગયેલ વધુ એક યુવતી ફસાઈ હોવાનું સામે આવતા મોરબીમાં પરિવારજનોના જીવ ઉચ્ચક થયા છે.
મોરબીની શૈલજા લાલજીભાઇ કુનપરા નામની વિદ્યાર્થીની યુક્રેનના માયકોલાઈવ શહેરમાં એમબીબીએસના અભ્યાસ માટે ગઈ હતી. આ દરમિયાન હાલ યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ ભર્યા માહોલ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે આ યુવતી ત્યાં ફસાઈ ગઈ છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે ગત તા.૨૪ ના રોજ વાયા દુબઈ થઈને ફલાઈટ હતી. પરંતુ આ વેળાએ એરપોર્ટ પર રશિયા દ્વારા હુમલો કરવામાં આવતા આ ફ્લાઈટ રદ કરવામાં આવી હતી જેને લઈને વિધાર્થીની શૈલજા ત્યાં ફસાય ગઈ છે જે પરિવારના સમ્પર્કમા હોય અને ત્યાં સલામત હોવાની માહિતી પરિવારજનોએ આપી હતી.