વાંકાનેરની નગરપાલીકા ઓફીસ ટાઉન હોલ નીચે વરલીના આંકડા લખી જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે પકડી પડ્યા હતા.
વરલી મટકાના જુગાર અંગે વાંકાનેર સીટી પોલીસને બાતમી મળતા પોલીસે રેઇડ પાડતા
ટાઉન હોલ નીચે ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આકડા લખી પૈસાની હારજીત કરતા હાફીઝ હીદાયતભાઇ ઇસાણી, સુભાષભાઇ વસંતભાઇ મીયાત્રા, જગદીશ ઉર્ફે બલી નાજાભાઇ ગોહેલ અને પ્રદીપ રમણીકભાઇ પઢારીયા સહિતના શખ્સો ઝડપાયા હતા.પોલીસે તમામના કબજામાંથી વર્લીનું સાહીત્ય તથા રૂા.૮૨૧૦ની રોકડ અને ચાર મોબાઇલ ફોન કિ.રૂા.૨૦૦૦૦ સહિત કુલ કી.રૂા.૨૮૨૧૦નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.