Friday, December 27, 2024
HomeNewsTankaraટંકારા ખાતે વર્ષ 2017માં મંજૂરી વિના સભા કરવા મામલે બે ધારાસભ્ય સહિત...

ટંકારા ખાતે વર્ષ 2017માં મંજૂરી વિના સભા કરવા મામલે બે ધારાસભ્ય સહિત ના રાજકીય આગેવાનોને કોર્ટનું તેંડુ

ટંકારા : પાસ કન્વીનર હાર્દિક પટેલ, મહેશ રાજકોટિયા લલીત વસોયા લલિત કગથરા વરૂણ પટેલ રેશમા પટેલ ગિતાબેન કિશોર ચિખલિયા દિલિપ સાંભવા નિલેશ એરવાડીયા અક્ષય પટેલ ઝખરો સહિત 34 સામે ટંકારામા ગત તા 9/4/17 ના રોજ મંજૂરી વગર સભા કરતા જાહેેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં એક સમયે સાથીદારોને હાલ ભાજપ કોગેસ એનસીપીને અન્ય પક્ષના હોદેદારો હાજર રહ્યા હતા. જો કે હાર્દિક પટેલ, લલિત વસોયા, મનોજ કાલરીયા અને અમિત ઠુમ્મર હાજર ના નામ હતા

- Advertisement -
- Advertisement -

જેમાં વર્ષ 2017માં ટંકારા લક્ષ્મી નારાયણ સોસાયટીમા યોજાયેલ પાસની સભા મંજુરી ન હોવા છતા યોજી હતી. આ મામલે પોલીસે હાર્દિક પટેલ સહિત 34 સામે સભા પત્યા પછી ટંકારામાં જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારામા દિગજ નેતા કોર્ટમાં હાજર થતા લોકોના ટોળા તેમને જોવા બહાર ઉમટી પડ્યા હતા અને એક સમયે સાથી મિત્રો રહેલા હાલ જુદા-જુદા પક્ષ સાથે જોડાયેલા એકબીજાથી દુરી દેખાડતા નજરે પડ્યા હતા. આરોપીના વકીલ તરીકે મુકેશ બારૈયાએ કેસ પાછા ખેંચાયાના કાગળો રજુ કર્યા હતા. પરંતુ સરકારી મહિલા વકીલ પિ. એસ. જોષી એ કાગળો ખરી નકલ ન હોય તો આ ઝેરોક્ષ કોપી માન્ય ન રાખી શકેની દલીલ કરી હતી. જે નામદાર કોર્ટે માન્ય રાખી નવી તારીખ સુધી ખરી નકલ રજુ કરવા જણાવ્યું હતું.

સાથે જેણે ગુનો કબુલ કરી દંડ ભરી દેવો હોય તેને પણ જણાવ્યું હતું. ત્યારે પ્રકાશ સવસાણી, રાણાભાઈ ઝાપડાએ રૂ.100 નો દંડ ભરી ગુનો સ્વીકારી લીધો છે. અને ઉલ્લેખનીય છે કે બે આરોપીનું અવસાન થઇ ગયેલું છે ત્યારે મોરબી માળીયા ની પેટા ચૂંટણી પૂર્વે જ મોરબી માં માહોલ ગરમ થઈ ચૂક્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!