ટંકારા તાલુકાના હડમતીયા ગામે એક પરિણીતાએ પિયરમાં માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું, આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા. 18ના રોજ હડમતીયા ગામની સીમમાં વિનુભાઇ પટેલની વાડીએ આશાબેન લક્ષ્મણભાઇ પીંગળ (ઉ.વ. 19)એ પોતાના માવતરની ઘરે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ થયું છે. મૃતક આશા માનસીક અસ્થીર હતી તથા તેને માથામા દુ:ખાવો રહેતો હોવાથી કંટાળીને આપઘાત કર્યો હતો. તેમજ તેનો લગ્નગાળો 1 વર્ષનો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. પોલીસે બનાવની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.