માળીયા(મી) માં ગત તા.૨૧ ના રોજ પાડોશીના ઝઘડામાં સમાધાન કરાવવા માટે વચ્ચે પડેલા યુવાનને છરીના ઝીંકી દેતા યુવાનને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જેમાં વધુ વિગત મુજબ માળીયા(મી) માં રહેતો આરિફ ડાડાભાઈ કટિયા (ઉ.વ.૨૮) નામનો યુવાન ગત તા ૨૧ ના રોજ સાંજે પોતાના ઘરે હતો તે દરમિયાન પાડોશમાં રહેતા સીદીકભાઈ અને તેનો પુત્ર બબલુ ઝઘડો કરતા હતા તેને છોડાવવા જતાં બબલુ નામના શખ્સે ઉશ્કેરાઈ જઈ વચ્ચે પડેલા આરિફને પડખામાં છરીનો ઘા ઝીંકી દેતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જેથી આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકી પોલીસ સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માળીયા(મી) પોલીસને જાણ કરી હતી.