મોરબીમાં ગઈકાલે બે દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા ત્યારે આજે ફરીથી બે દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે બે દર્દી સાજા થઇ જતા એમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જેમાં મોરબી શહેર ના ૫૭ વર્ષ ના મહિલા નો અને ૫૪ વર્ષ ના પુરુષ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે અને પોઝિટિવ આવેલ મહિલા એ કોરોના રસી નો એક પણ ડોઝ લીધેલ નથી જ્યારે પુરુષ દર્દીએ કોરોના રસી ના બંને ડોઝ લીધેલ છે. અને આ બન્ને દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી ની વાત કરીએ તો મહિલા ની તાજેતર મા અમદાવાદની અને પુરુષની હરિદ્વાર ની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળી છે.
હાલમાં બંને દર્દી ની તબિયત સારી હોઈ હાલ હોમ આઇશોલેશનમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ છે જેથી મોરબી માં હવે કુલ એક્ટિવ કેસની સંખ્યા ત્રણ રહી છે.