Wednesday, May 1, 2024
HomeGujaratમોરબી તાલુકાના બગથળા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબી તાલુકાના બગથળા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં ફુલકી નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે ઉપરોક્ત સરનામે દરોડો પાડીને દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં આરોપી સનેસભાઈ ઉર્ફે મુન્નો ધીરુભાઈ સરવૈયા (ઉ.વ.૩૬ રહે પાણીના ટાંકા પાસે બગથળા) વાળાને ગેસના ચૂલા ૨ કી. રૂ.૧૦૦૦ બકડીયા ૨ કી. રૂ.૧૦૦ નળી સાથેની થાળી કી. રૂ.૫૦, ટીપણું કી. રૂ.૧૦૦ અને દેશી દારૂ બનાવવાનો ઠન્ડો આથો ૩૫૦ લીટર જેની કી. રૂ.૭૦૦ અને દેશી દારૂ ૨૦ લીટર કી. રૂ.૪૦૦ મળી કુલ રૂ.૨૩૫૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!