મોરબી ના ઇન્દીરાનગર વિસ્તારમાં ખારા પટ માં રહેતા જીતુબેન ઉર્ફે જીવતિબેન ઉમેશભાઇ વાઘેલા (ઉ.વ.૩૫ ) વાળાએ ગઈકાલે પોતાના ઘરે નાળિયાના વાંસ માં સાડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેમને સારવાર અર્થે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં ત્યાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.