મોરબી: માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા કેશવજીભાઈ ત્રીકમજીભાઈ ચાવડા (ઉ.વ.૫૦) વાળાની દીકરીને મોરબીમાં રહેતા યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હોય જેથી યુવતીના પિતા અને પરિવાર તેને સમજાવવા મોરબી માં રહેતા યુવાનના ઘરે ગયા હોય જ્યાં યુવાન અને તેના પરિવાર દ્વારા જાતિ પ્રત્યે અપમાનિત કરી માર માર્યાની ફરિયાદ બનાવ બન્યાના થોડા દિવસો પછી નોંધાવવામાં આવી હતી જેમાં મોરબી પોલીસ દ્વારા યુવતીને ભગાડી જનાર યુવક અને પરિવાર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
જેથી આ ફરિયાદમાં હજુ આરોપી પકડાયા ન હોવાથી આરોપીઓને ત્વરિત પકડી પાડવાની રજુઆત સાથે આજે મોરબીની એસપી કચેરી પાસે ફરિયાદી કેશવજીભાઈ ત્રીકમજીભાઈ ચાવડાએ ઝેરી દવા પી લેતા તત્કાળ પોલીસ સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડીને આ બનાવની તપાસ હાથ ધરી છે.