મોરબી નગરપાલિકા દ્વારા આજે મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેલા ગેરકાયદેસર દબાણો ઉપર ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગેરકાયદે સર મંદિર તેમજ મદ્રેસા તોડી પડાયા હતા.
મોરબી નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ડીમોલીસન કરાયું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રાંગણમાં ગેરકાયદેસર મંદિર અને મદ્રેસા ઉપર બુલડોઝર ફેરવી તોડી પડાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડીમોલિશન હાથ ધરાયું હતું. હાલ કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરી દેવામાં આવી છે.