તાજેતરમાં જ ભારત દેશના રાષ્ટ્રપતિની ચુંટણી થઈ હતી જેમાં નવા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મૂર્મુ ની વરણી થઈ હતી .
જેમાં કોંગ્રેસના નેતા અને લોકસભાના સભ્ય અધીરરંજન ચૌધરી દ્વારા મહિલા રાષ્ટ્રપતિ માટે ‘રાષ્ટ્રપત્ની’ જેવા અશોભનીય શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો જેના વિરોધમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, ઉપ પ્રમુખ નિર્મલભાઈ જારિયા, જિલ્લા મંત્રી નિકુંજભાઈ કોટક, યુવા મોરચાના અગ્રણી જયદીપભાઈ હુંબલ સહિતના મોરબી જિલ્લા ભાજપના અગ્રણીઓ દ્વારા શનાળા રોડ પર આવેલ જીલ્લા ભાજપ કાર્યાલય નીચે વિરોધ પ્રદર્શન કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.