મોરબીમાં ગઈકાલે વહેલી સવારથી ક્યુટોન સીરામીક ગ્રુપ પર ઇન્કમટેક્સની કાર્યવાહી ચાલુ છે જેમાં એક પછી એક વ્યવહારો ઇ તપાસ દરમિયાન નામો ખુલતા જાય છે તેમ દરોડા પડાઈ રહ્યાં છે.
જેમાં મોરબી ના સમાકાંઠે આવેલ ડીવાઇન ટ્રેડિંગ નામની પેઢી પણ ઇન્કમટેક્સ ના રડાર માં આવતા ૨૦ થી વધુ અધિકારીઓની ટીમ આ પેઢી પર ત્રાટકી છે જેમાં આ પેઢીના એકાઉન્ટન્ટ ના રફળેશ્વર સ્થિત મકાન પર પણ તપાસ ચાલુ છે તેમજ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ડીવાઇન ટ્રેડિંગ ના માલિક ની પણ મુંબઈ થી અટકાયત કરવામાં આવી છે.