Saturday, November 7, 2026
HomeGujaratમોરબીમાં મકાનના દસ્તાવેજ મુદ્દે પિતા-પુત્ર પર તલવાર, છરી અને ધોકાથી હુમલો

મોરબીમાં મકાનના દસ્તાવેજ મુદ્દે પિતા-પુત્ર પર તલવાર, છરી અને ધોકાથી હુમલો

ઋષભનગર મેઈન રોડ ઉપર થાર કારમાં આવેલા ત્રણ શખ્સોનો હુમલો: પુત્રના જમણા હાથની આંગળીમાં ચાર ટાંકા, પગમાં ઓપરેશન.

- Advertisement -
- Advertisement -

મોરબીના ઋષભનગર મેઈન રોડ પર મકાનના દસ્તાવેજ કરવા બાબતે થયેલી બોલાચાલી બાદ પિતા-પુત્ર ઉપર તલવાર, છરી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ ઇજાગ્રસ્ત પુત્રની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે બે નામજોગ સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી-૨ ઋષભનગર મેઈન રોડ પર રહેતા અને ટ્રેડિંગનો વ્યવસાય કરતા કલ્પેશભાઈ ભુપતભાઈ રવેશીયા ઉવ.૪૬એ આરોપી રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા અને ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા બંને રહે.જનકલ્યાણનગર મોરબી-૨ તેમજ અજાણ્યો એક ઈસમ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, જનકલ્યાણનગર ખાતે આવેલા મકાનના દસ્તાવેજ કરવા બાબતેની માથાકૂટમાં ગત તા.૦૪/૧૧ના રોજ બપોરના અરસામાં તેમના પિતા ભુપતભાઈ અને આરોપી રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા વચ્ચે ઝપાઝપી થતી હતી. ત્યારે રાજેન્દ્રસિંહના હાથમાં તલવાર અને તેમના પુત્ર ઓમદેવસિંહના હાથમાં છરી હતી. ત્યારે કલ્પેશભાઈ વચ્ચે છોડાવવા આવતા આરોપી રાજેન્દ્રસિંહે તલવાર વડે કલ્પેશભાઈ ઉપર હુમલો કરતાં કલ્પેશભાઈએ બચાવ માટે જમણા હાથે તલવાર પકડી લેતા આંગળીમાં ઇજા થઈ હતી, જ્યારે આરોપી ઓમદેવસિંહે છરી વડે જમણા પગના સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત તેમની સાથે આવેલા અજાણ્યા શખ્સે લાકડાના ધોકા વડે ડાબા પગના સાથળમાં મુંઢમાર માર્યો હતો.

હુમલા બાદ ત્રણેય શખ્સો થાર કારમાં બેસીને જતા રહ્યા હતા અને જતા જતા પિતા-પુત્રને ફરી ભેગા થશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસે આરોપી રાજેન્દ્રસિંહ જાડેજા, તેમના પુત્ર ઓમદેવસિંહ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!