વાંકાનેર ચોટીલા નેશનલ હાઇવે પર કેરાળા બોર્ડ પાસે એક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર પતિ-પત્નીને હાથ-પગ અને મોઢાનાં ભાગે ઈજાઓ થઈ હતી. જોકે બેશરમ રીતે કાર ચાલાક અકસ્માત સર્જી ફરાર થયો હતો. જે અંગે બાઈક સવાર યુવકે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર ચોટીલા નેશનલ હાઇવે પર કેરાળા બોર્ડ પાસે બાઈક સવાર યુવક તેની પત્ની સાથે જય રહ્યો હતો. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતી GJ-12-FA-0217 નંબરની કારના ચાલકે જમણી બાજુથી આવી કોઈ પણ પ્રકારની સાઈડ દેખાડ્યા વગર અચાનક ડાબી બાજુ વાળી લેતા ફરિયાદીની બાઈક કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે ફરિયાદી પ્રવિણ ધીરૂભાઈ ધાધલને મોઢાના ભાગે જમણી બાજુ તથા હાથે પગે જમણી બાજુ છોલાયેલ હતું. તેમજ પીઠના ભાગે છોલાયુ હતું. તેમજ તેની પત્નીને ડાબા હાથે તથા માથાના ભાગે ડાબી બાજુ ઇજા પહોંચાડી હતી. જયારે કાર ચાલક ઇસમ અકસ્માત સર્જી ફરાર થઈ જતા ફરિયાદી યુવકે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.