આ બનાવની વિગત મુજબ એક્ટિવા ચાલક દીપકભાઈ ગાંડુભાઈ ગોગરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે સાંજના સમયે મોરબી તાલુકાની લીલાપર ચોકડી પાસે જીજે ૩૬ એચ ૫૨૩૩ નંબરનું એક્ટિવા પર તેઓ પોતાની પુત્રી પુજા અને પૌત્ર માહિરને લઈને પસાર થતા હતા તે દરમિયાન અર્ટિગા કાર નં જીજે-૩૬-એસી-૮૫૦૮ ના કારચાલકે પોતાની કાર બેફિકરાઈ થી અને ગફલતભરી રીતે અને પોતાની તથા અન્યની જિંદગી જોખમાય તે રીતે ચલાવી ફરિયાદીના એક્ટિવાને સામેથી અથડાવી અકસ્માત સર્જ્યો હતોજેને પગલે ફરિયાદી ની પાછળ બેસેલ તેમની પુત્રી પૂજા અને પૌત્ર માહિરને શરીરે મૂંઢ ઈજાઓ પહોંચી હતી તેમજ આ અકસ્માત સર્જી કારચાલક પોતાની કાર રેઢી મૂકી નાસી છૂટ્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી કારચાલકની શોધખોળ હાથ ધરી હતી.