મોરબી જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે તંત્ર પણ કોઈ અકસ્માત ન સર્જાય તે માટે કામે લાગી છે. ત્યારે ગત.15 ઓગસ્ટના રોજ ટંકારા તાલુકાના હરીપર ગામથી આગળ પહેલા પુલીયા ઉપરથી જતા સમયે ચીરાગ અનીલભાઈ ઓરીયા નામના 29 વર્ષીય યુવકે બાઇકના હેન્ડલ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે, યુવક બાઈક પુરપાટ ઝડપે ચલાવતો હતો. જેમાં બાઈક સ્લીપ ખાઈ જતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું 12 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. જેથી પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.