મોરબી જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેને લઈ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ કડક પગલાં પોલીસ બેડાને જણાવેલ હતું. જેને લઈ પોલીસ પણ સદંતર આવી ગુનાખોરીને ડામવા કાર્યવાહી કરી રહી છે. જે વચ્ચે ગઈકાલે એક પ્રેમ સંબંધની શંકાના આધારે ખૂની ખેલ ખેલાયો હતો.
મળતી માહિતી અનુસાર, ઉડાર ભાભોર ફળીયુમાં રહેતા નગરા તીતરીયાભાઇ ભાભોર નામના શખ્સની દીકરી ધનકીબેનને પાનમ ગામના છનુભાઇ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાના આધારે ચરાડવા ગામની સીમમાં છગન નામના આરોપી પતિએ પોતાની પત્ની ધનીબેન સાથે માથાકૂટ કરી હતી અને કોઈ હથીયાર વડે આખા શરીરે બેહરહેમીથી માર મારી ઈજાઓ પહોંચાડી હતી. જેના કારણે ધનીબેનને વધુ ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જે અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે .