મોરબીમાં એક પિતાના હાથે જ પુત્રીનું મોત નીપજ્યું છે. જેમાં ટ્રેકટર ચાલક પિતાના ટ્રેકટર ઉપર બેસેલ બાળકી પડી જતા તેના પર ટ્રેક્ટર ચડી ગયું હતું. જેના કારણે તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, બગથળા ગામમાં પટેલ સમાજની વાડીની સામે મુન્નાભાઇ પટેલના વાડામા રહેતા પ્યારસીંહ નરસીંગ ડાવર તેની 5 વર્ષીય દીકરી જ્યોતી પ્યારસીંહ ડાવર સાથે HMT-૩૫૧૧ કંપનીનાં GRM-7752 નંબરનાં ટ્રેકટરમાં બગથળા ગામે અંકાસર હનુમાનજીના રસ્તે જઈ રહ્યા હતા. જે દરમિયાન રસ્તામા ખાડો આવતા બાળકી ટ્રેક્ટર પરથી નીચે પટકાઈ હતી અને તેની ઉપર પિતાનાં ટ્રેક્ટરનુ જમણી બાજુનુ મોટું ટાયર માથે ફરી વળ્યું હતું. જેને કારણે બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે અંગે બાળકીના માતા રાયદાબાઇ પ્યારસીંહ ડાવરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.