ભાદરવાની ગરમીના દિવસો ચાલુ થઇ ગયા છે અને પાણીનો વપરાશ વધ્યો છે. ત્યારે પમ્પીંગ સ્ટેશનમા રીપેરીંગ કામ કરવાનું હોવાથી વિવિધ વિસ્તારોમાં તા.૧૧ થી ત્રણ દિવસ મોરબી નગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંયુક્ત રીતે શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી સપ્લાઈ કરતા સમ્પ હાઉસ પૈકીના સરદાર બાગ તેમજ પંચાસર રોડ ઉપરના પમ્પીંગ સ્ટેશનમા જરૂરી રીપેરીંગ કામ કરવાનું હોવાથી પાણી કાપ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં આગામી તા.-૧૧-૧૨-૧૩ સપ્ટેમ્બર એમ દિવસ-૩ માટે શહેરના લોહાણા બોર્ડીંગ પછીના વિસ્તારના લોકોને પાણીથી અળગા રાખવામાં આવશે. જેમાં શક્તિ પ્લોટ, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ તથા રવાપર રોડ, શનાળા રોડ, કેનાલ રોડ, ભક્તિ નગર સર્કલ, પંચાસર રોડ, ચિત્રકૂટ સોસાયટી ૧ થી ૬ તથા લાતી પ્લોટ વિસ્તારમાં પાણી પુરવઠાની સપ્લાઈ અનિયમિત રહેશે એવું મોરબી નગરપાલિકા ની યાદીમાં જણાવાયું છે.