મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઈ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઈકાલે વાંકાનેર સીટી પોલીસે વરલી ફીચરનો જુગાર રમાડતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલ સ્ટેચ્યુ ચોક પાસે જાહેરમાં બે શખ્સો વરલી ફિચરનો જુગાર રમાડી રહ્યા હોવાની વાંકાનેર સીટી પોલીસને બાતમી મળી હતી, જે હકીકતના આધારે રેડ કરી બેનેને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યા છે. આ બંને પાસેથી રોકડા રૂપિયા રૂ. ૨૭૮૦/- સહીત કુલ રૂ.૯૭૮૦/-ની મતા પોલીસે કબજે લીધી છે. તેમજ આરોપીઓ પાસેથી પોલીસને વરલી ફીચરના જુગારની કાચી ચિઢ્ઢીઓ પણ મળી આવી છે. તેમજ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સોયેબ ઉર્ફે સોયબો આદમભાઇ રવાણી તથા રમેશ તેજાભાઇ ગોરીયાને ઝડપી પાડ્યા હતા. તેમજ બંને વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨(અ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.