ગાંધીના ગુજરાતમાં ફક્ત કાગળો પર જ દારૂબંધી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ રેડ કરી દારૂની ભઠ્ઠીઓ તેમજ વિદેશી દારૂનું વેચાણ કરતા શખ્સોને ત્યાં રેડ કરી સપાટો બોલાવી દેવામાં આવ્યો છે. ત્યારે ગઈકાલે પોલીસ દ્વારા એક કોન્ટ્રાક્ટરની વિદેશી દારૂની બોટલો સાથે અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગઈકાલે માળીયા (મીં) પોલીસ સ્ટેશનનો સ્ટાફ ચેકિંગમાં હતો. ત્યારે તેઓએ કચ્છથી મોરબી તરફના નેશનલ હાઈ-વે રોડ પર દુરમાળીયા ઓનેસ્ટ ચેક્પોસ્ટ પાસે એક શંકાસ્પદ GJ-12-FA-5107 નંબરની નેકસેનકારની તપાસ કરતા તેમાંથી ઇગ્લીશ દારૂની 6 બોટલો મળી આવી હતી. જેની કુલ કિંમત રૂ.૪૦૦૦/- છે. ત્યારે પોલીસે દારૂની બોટલો, કાર સહીત કુલ રૂ-૮,૦૬,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી દીપકકુમાર જયનારાયણ સિંધ નામના 31 વર્ષીય યુવાનની અટકાયત કરી છે. અને તેના પર પ્રોહિ એક્ટ કલમ ૬૫એએ,૧૧૬બી,૯૮(૨) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.