મોરબીમાં કોરોનાકાળમાં દિવંગત થયેલા હુતાત્માના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેની આજે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.
જેમાં મોરબીમાં શનાળા ગામ પાસે આવેલ પટેલ વાડી માં આવતીકાલે થી શરૂ થતી અને પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે વંચાનાર આ ભાગવત સપ્તાહનું મોરબી માળીયા ના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મોરબી સહિત આજુબાજુના ગામના સ્નેહીઓને કોરોનાકાળમાં દિવંગત આત્માના શાંતિ માટે કરવામાં આવી રહી છે.
વધુમા ભાદરવા મહિનામાં થયેલ કથાના આયોજનમાં કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના ફોટા સાથે જાહેર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમજ વિશાલ કારના કાફલા સાથે મોરબીના રાજમાર્ગો પર પોથી યાત્રા કાઢવામાં આવી હતી જેનું મોરબીનાં જુદા જુદા સમાજના લોકો દ્વારા પોથીનું કરાયું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.