મોરબી જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને સિવસે વધી રહ્યો છે. જેને લઈ લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. ત્યારે ગત ૧૨/૦૯/૨૦૨૨ ના રોજ વાંકાનેરમાં એક યુવક પર બે આવરા તત્વોએ છરી વડે હુમલો કરી યુવકને ગંભીર ઇજા પહોંચાડી હતી. જેને લઈ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અને સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, ગત ૧૨/૦૯/૨૦૨૨ ના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગમે આવેલ દશામાંના મંદિર પાસે સાઇડમાં લાલજી ટીસાભાઇ સરાવાડીયા નામનો યુવક પેશાબ કરતો હતો. ત્યારે સુરેશ સાદુરભાઇ વિંજવાડીયા અને વિપુલે ત્યાં ઘસી આવી અહીં કેમ પેશાબ કરે છે તેમ કહી બંને આરોપીઓએ લાલજીને ગાળો ભાંડી ઢીકા પાટુનો માર માર્યો હતો. અને વિપુલ નામના આરોપીએ લાલજીને છરી વતી ડાબા પગના સાથળમાં છરીનો એક ઘા માર્યો હતો. તેમજ લાલજી આરોપી વિપુલનો હાથ પકડવા જતા ફરીયાદીને જમણી સાઇડ ગળાના ભાગે છરી લાગી જતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.