Sunday, November 24, 2024
HomeGujaratહળવદ તાલુકામાં જૂના માલણીયાદ ગામે ઈલેક્ટ્રીક શોક લાગતા મજૂરનું મોત

હળવદ તાલુકામાં જૂના માલણીયાદ ગામે ઈલેક્ટ્રીક શોક લાગતા મજૂરનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ જુના માલણીયાદના રહેવાસી સંજય ગોરધનભાઇ મકવાણા નામનો ૩૫ વર્ષીય યુવક ગઈકાલે ગેરેજની દુકાને રીપેરીંગ કામ કરતો હતો. ત્યારે તે ડમ્પર ગાડીમાં ઓઇલ ચેક કરતો હતો. તે દરમિયાન ડમ્પર પરથી પસાર થતો એક ઇલેક્ટ્રિક વાયર અચાનક ડમ્પરને અડી જતા સંજયભાઇને શોક લાગ્યો હતો. જેની જાણ થતા જ તેની આસપાસના લોકોએ તેને ડમ્પરથી છુટ્ટો કરી તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ તેને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે યુવકના મોત અંગે હળવદ સરકારી હોસ્પીટલના ડો. એ.બી.યાદવ દ્વારા હળવદ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!