મોરબી નગરપાલિકાનાના ચીફ ઓફિસર દ્વારા મોરબી નગરપાલિકાની સેવાઓને સુદ્રઢ કરવાના આશયથી ત્રણ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી. તેમજ એક કર્મચારીની બદલી સાથે બઢતી કરવામાં આવી હતી.
મોરબી નગરપાલિકાનાના ચીફ ઓફિસર દ્વારા જાહેર કરાયેલ સૂચન મુજબ, કોન્સન્વર્સી વિભાગમાં ફરજ બજાવતા કૃષ્ણસિંહ જાડેજાએ બઢતી આપી સેનેટરી ઇન્સ્પેક્ટર બનાવવામાં આવ્યા છે. અને હવેથી તેઓને સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ઇન્ડોર તથા આઉટ ડોરને લગતી કામગીરી તથા સરકારના આવતા અલગ-અલગ હુકમ મુજબની કામગીરી કરવાની રહેશે. જયારે કોન્સન્વર્સી વિભાગમાં ક્લીનર તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ વેશિયાને ગેરેજમાં મેકેનીકલ વિભાગમાં વાહન મરામતની કામગીરી સોંપવામાં આવી છે. તેમજ બાંધકામ વિભાગમાં કલાક તરીકે કામગીરી કરતા પ્રવીણભાઈ પટેલને પવડી આઉટ ડોરની હિતેશભાઈ રવેશિયાની કામગીરી કરવાની રહેશે.