મોરબી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાં પડેલ સારા વરસાદના કારણે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૦૨ ડેમમાં નવા નીરની આવક થઇ છે. અને ડેમ તેની નિર્ધારિત સપાટીથી ૯૦% ભરાઈ ગયો છે.
મોરબીમાં ઉપરવાસમાં થયેલ વરસાદના પગલે મચ્છુ ૦૨ ડેમ ૯૦ ટકા જેટલો ભરાઈ જતા જળ સંકટ તણાઇ ગયું છે. ત્યારે ડેમમાં હજુ પણ પાણીની આવક ચાલુ રહેતા મચ્છુ ડેમના હેઠળ આવતા મોરબી તાલુકાના ૧૭ અને માળીયા મી તાલુકાના ૧૫ મળી કુલ ૩૨ ગામોને એલર્ટ કરાયા છે. અને મોરબી તાલુકાના મોરબી, રવાપર, વજેપર ,વનાલિયા,અમરેલી, ભડીયાદ,ધરમપુર,ટીંબડી,ગોર ખીજડીયા,ગુંગન,જોધપુર,જુનાં સાદુલકા,નવા સાદુલકા,લીલાપર, પાનસર, નારણકા અને રવાપર(નદી) ગામો તેમજ માળીયા મી.તાલુકાના દેરાલા, ફાટસર, હરીપર, મેઘપર, નવાગામ, માંળીયા મી., રાયસંગપર, ફતેપર, મહેન્દ્રગઢ, બહાદુર ગઢ, નવા નાગડાવાસ, જુનાં નાગડાવાસ, સોખડા, અમરનગર, વીર વિદરકા સહિતના ગામોનાં લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.