વાંકાનેરના શહેરના રાતીદેવડી ગામે આ કામના ફરિયાદી પાસે રૂ.૫૦ માગતા ફરિયાદી દ્વારા ના પડતા મારામારીનો બનાવ બન્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા નરેન્દ્રભાઇ ઉર્ફે નનુ હેમરાજભાઈ વોરા એ હળવદ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જેઠાભાઈ ઉર્ફે મુકેશભાઈ મોતીભાઈ ગુગડિયા દ્વારા તેમની પાસે ૫૦ રૂપિયા માગવામાં આવ્યા હોઈ ત્યારે તેમના દ્વારા ના પડવામાં આવતાવ તેમના જ કુટુંબીક અને આ કામના આરોપી જેઠાભાઈ ઉર્ફે મુકેશભાઈ મોતીભાઈ ગુગડિયા,દિવ્યેશ ઉર્ફે ભોલો જેઠાભાઈ ઉર્ફે મુકેશભાઈ ,મિતુલ જેઠાભાઈ ઉર્ફે મુકેશભાઈ,યોગેશભાઈ નવીનભાઇ વોરા દ્વારા તેમને કુહાડી નો હાથો તથા લોખંડના પાઇપ તથા છુટા પથ્થરો મારી માર મારવામાં આવ્યો હતો. તેમજ સાહેદ લાલજીભાઇને જમણા હાથે ફેક્ચર જેવી ઈજાઓ કરી સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી ત્યારે આ અંગે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.